સ્લો ઓવર રેટ માટે ગાંગુલી દંડાયો

કોલકાતા – ગયા મંગળવારે કટકમાં ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ થવા બદલ પુણે વોરિયર્સ ઈન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલીને દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, છૂટછાટને ધ્યાનમાં લેવાયા બાદ આવશ્યક ઓવર રેટ કરતા પુણે વોરિયર્સનો ઓવર રેટ દોઢ ઓવર જેટલો ઓછો હોવાનું માલૂમ પડ્યું હતું. મિનિમમ ઓવર-રેટ ગુના સંબંધિત આઈપીએલની આચારસંહિતા હેઠળ ગાંગુલીનો આ પહેલી જ વારનો ગુનો હોઈ તેને ૨૦,૦૦૦ ડોલરનો દંડ કરવામાં આવ્યો છે.

તે મેચમાં વોરિયર્સનો ચાર્જર્સ સામે ૧૩ રનથી પરાજય થયો હતો.

ગાંગુલીએ ચાર્જર્સના દાવ વખતે ફેંકેલી ૧૮મી ઓવરમાં ત્રણ સિક્સર સહિત ૨૫ રન આપી દેતા મેચનું પાસું ચાર્જર્સની ફેવરમાં પલટાઈ ગયું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: News