T-20 ફોર્મેટ બોલરો માટે તીવ્ર વેધકતા માગી લેનારી છેઃ ઝહીર

બેંગલોર – ઝહીર ખાનની બોલિંગમાં ડેલ સ્ટેઈન જેવી સ્પીડ નથી કે મોર્ની મોર્કેલ જેવો બાઉન્સ નથી, તેમ છતાં આ ડાબોડી ફાસ્ટ બોલર દુનિયાભરના બેટ્સમેનોને ગભરાવી મારવાની ક્ષમતા ધરાવે છે. એણે સખત પરિશ્રમ વડે બોલને કન્ટ્રોલમાં રાખવાની અને સ્વિંગ કરવાની આવડત કેળવી છે.

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમતો આ બોલર જો કે માને છે કે ક્રિકેટની આ સૌથી ટૂંકી ફોર્મેટ (ટ્વેન્ટી-20)માં બોલિંગ ખૂબ પરિશ્રમ માગી લે છે, કારણ કે વિકેટો ઝટ મળતી નથી. ટી-20માં બેટ્સમેનો બોલરોની ધુલાઈ કરવા માટે જ સજ્જ થયેલા હોય છે. જો તમે વિકેટો મેળવી શકો તો જ બેટ્સમેનો અંકુશમાં રહે.

બેંગલોર પાસે ધરખમ બોલરોની સેના છે, જેમ કે ઝહીર ખાન, મુથૈયા મુરલીધરન, કેપ્ટન ડેનિયલ વેટ્ટોરી, ડર્ક નેનીસ.

ઝહીર કહે છે, ટ્વેન્ટી-20માં બોલરોને માથે કામનું દબાણ ઓછું રહેતું હોય છે, પણ વેધકતા ખૂબ જરૂરી હોય છે. બોલરોએ શક્ય એટલી ઝડપથી આક્રમક વલણ અપનાવવું પડે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: News