મેન ઓફ ધ મેચનો હકદાર મુરલી હતોઃ એબી

બેંગલોર – શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં ૨૦ રનથી જીત મેળવ્યા બાદ બેંગલોરના દક્ષિણ આફ્રિકન બેટ્સમેન એબી ડી વિલિયર્સે કહ્યું કે અમારી જીતનો સંપૂર્ણ શ્રેય બોલરો તથા ફિલ્ડરોને જાય છે. મેન ઓફ ધ મેચનો એવોર્ડ ભલે મને અપાયો, પણ વાસ્તવમાં તેનો હકદાર ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરન છે.

ડી વિલિયર્સે તેના અણનમ ૬૪ રનને વધારે મહત્વ ન આપતા કહ્યું કે અમે આ મેચ દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓફ્ફ સ્પિનર મુરલીની શાનદાર બોલિંગને લીધે જીતી હતી. આ જીત બેટ્સમેનોને કારણે મળી હોય એવું માનતો નથી. તેથી મેન ઓફ ધ મેચનો એવોર્ડ મુરલીધરનને મળવો જોઈતો હતો.

Filed in: News

No comments yet.

Leave a Reply