ચિત્રલેખા ગ્રુપ ઓફ પબ્લિકેશન્સઃ   ચિત્રલેખા ગુજરાતી   |   ચિત્રલેખા મરાઠી   |   બીટીડબલ્યુ   |   વોચવર્લ્ડ
Chitralekha Group
 

 
  About Us   |   Subscribe   |   Video   |   Advertising Rates   |    Online Shopping  |  Careers  |   Contact us  
  નવો અંક
ઈ-મેગેઝિન 
   
-

કવર સ્ટોરીઃ વર્ષ ૨૦૧૨માં આપણું અર્થતંત્ર કેવું હશે?

- દેશ-દુનિયાઃ ઉત્તર પ્રદેશમાં જામવાનો છે 'જમ્બો' જંગ
- ચાલો, જઈએ ધીરુભાઈના જૂના ઘરે...
   
  જ્વેલ્સ ઑફ ઈન્ડિયા
જ્વેલ્સ ઑફ ઈન્ડિયાની તમામ મુલાકાતોના સંગ્રહ વાંચો.
                    
                  ...અહીં ક્લિક કરો  
 
  લવાજમ
પ્રિન્ટેડ કોપી
 
  ફિચર્સ
 
ટ્રાવેલ
 
ફેશન
 
કાર અને બાઈક્સ
 
 
  
 
 

વડા પ્રધાન મનમોહન સિંહ મંગળવાર, ૧૦ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભૂખ અને કુપોષણ (હંગર એન્ડ મેલન્યૂટ્રિશન - હંગામા) અંગે એક રિપોર્ટ જાહેર કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ૪૨ ટકા બાળકો કુપોષણથી પીડાય છે. બાજુમાં આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયા, મહિલાઓ અને બાળ વિકાસ ખાતાનાં રાજ્યપ્રધાન શ્રીમતી કૃષ્ણા તિર્થ, કમ્યુનિકેશન્સ અને આઈટીના રાજ્ય કક્ષાના પ્રધાન સચીન પાઈલટ છે.

Most Viewed in Photo Gallery
   
   
   
   
   
   
   

બોલીવૂડ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી (વચ્ચે) તથા અન્ય અભિનેત્રી સ્મિતા જયકર તેમજ ચીની લેખક ઝી ગાંગ શા (ડાબે) મંગળવાર, ૧૦ જાન્યુઆરીએ મુંબઈમાં ફ્રી સોલ હીલિંગ એન્ડ સેલ્ફ-હીલિંગ એન્ડ રીજુવનેશન રીટ્રીટ અંગે પત્રકારોને જાણકારી આપે છે. (એએફપી)

બ્રિટનમાં હત્યા કરાયેલા પુણેનિવાસી અનુજ બિડવેના માતા યોગિની બિડવે (વચ્ચે) તેમનાં પતિ સુભાષ બિડવે અને ભાઈ રાકેશ સોનાવણે સાથે ગુરુવાર, પાંચ જાન્યુઆરીએ લંડનમાં બ્રિટનની સંસદમાં આવી પહોંચ્યા છે. અનુજને ૨૬ ડિસેંબરે અજાણ્યા શખ્સે ઠાર કર્યો હતો. બિડવે દંપતિ સંસદસભ્ય કીથ વાઝને મળવા આવ્યા છે. (એએફપી)

ઉતરાયણ પર્વ પૂર્વે મુંબઈમાં ગુરુવાર, પાંચ જાન્યુઆરીએ એક કારીગર પતંગ અને માંજો તૈયાર કરી રહ્યો છે.

ભારતના ઈન્ટરનેશનલ ક્રિકેટર બંધુઓ - ઈરફાન પઠાણ (જમણે) અને યુસુફ પઠાણે મંગળવાર, ૩ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં 'ક્રિકેટ ચેમ્પ્સ ફોર કિડ્સ'ના એક વિમોચન સમારંભમાં હાજરી આપી છે. 'ક્રિકેટ ચેમ્પ્સ ફોર કિડ્સ' ૬-૧૬ વર્ષની વયના છોકરા-છોકરીઓ માટે ૧૨ સપ્તાહનો ક્રિકેટ સ્કિલ્સ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ છે. (એએફપી)

બ્રિટનમાં ૨૬ ડિસેંબરની મધરાતે ઠાર કરવામાં આવેલા ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવેની યાદમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ નજીક સોમવાર, ૨ જાન્યુઆરીએ એક રેલી કાઢવામાં આવી તે વેળાનું દ્રશ્ય. બિડવેની હત્યા માટે એક બ્રિટિશ યુવકને પકડવામાં આવ્યો છે. (એએફપી)

સિડનીમાં સોમવાર, ૨ જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ સત્ર દરમિયાન એક ગેટની પાછળથી ભારતીય ક્રિકેટ ખેલાડીઓનેને ટ્રેનિંગ લેતા જુએ છે ક્રિકેટચાહકો. આ મેદાન પર મંગળવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. (એપી)

પાકિસ્તાની અભિનેત્રી સાના અને ભારતીય ગાયક તથા એક્ટર ઈન્દરજીત સિંહ નિક્કુ અમૃતસરમાં પંજાબી ફિલ્મ 'દિલ પરદેસી હો ગયા'ના શૂટિંગ દરમિયાન તસવીરકારોને પોઝ આપે છે. (એએફપી)

શુક્રવાર, ૩૦ ડિસેંબરે શીખ પંથના ગુરુ ગોવિંદ સિંહની ૩૪૬મી જન્મતિથિ નિમિત્તે અમૃતસરમાં સુવર્ણ મંદિરસ્થિત શ્રી અકાલ તખ્તમાંથી નીકળેલા સરઘસમાં જોડાયેલો એક શીખ યુવાન આગનો એક ખાસ કરતબ બતાવે છે. (એએફપી)

ટાટા સન્સના ચેરમેન રતન ટાટા અને તેમના અનુગામી સાયરસ પી. મિસ્ત્રી ગુરુવાર, ૨૯ ડિસેંબરે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે આવ્યા છે. દેશના અમુક ખાસ મહાનુભાવોને મિસ્ત્રીનો વિધિવત્ પરિચય કરાવવા માટે રતન ટાટા યાત્રા પર નીકળ્યા છે.

સ્વ. ધીરુભાઈ અંબાણીની ૮૦મી જન્મતિથિ નિમિત્તે જુદા જુદા રિલાયન્સ ગ્રુપના ઉદ્યોગપતિ બંધુઓ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બુધવાર, ૨૮ ડિસેંબરે તેમના પિતૃઓનાં ગામ ચોરવાડમાં સાથે જોવા મળ્યા છે.

હિરો ગ્રુપની હિરો ઈકોના મેનેજિંગ ડિરેક્ટર નવીન મુંજાલ (ડાબે) અને હિરો ઈલેક્ટ્રિક એન્ડ હિરો એક્સપોર્ટ્સના ચેરમેન વિજય મુંજાલ બુધવાર, ૨૮ ડિસેંબરે નવી દિલ્હીમાં તેમની કંપનીના નવા લોન્ચ કરાયેલા સ્કૂટર અને બાઈક્સ સાથે પોઝ આપે છે. જાપાનની હોન્ડાથી અલગ થઈ ગયેલી હિરો કંપનીએ પોતાની ડિઝાઇન કરેલી મોટરબાઇકનું નિર્માણ કર્યું છે.

મુંબઈમાં બુધવાર, ૨૮ ડિસેંબરે એક બાળકી ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેને જ્યૂસ પીવડાવીને તેમના ઉપવાસનો અંત કરાવી રહી છે. એમએમઆરડીએ મેદાન પર સમર્થકોની પૂરતી ભીડ જમા ન થવાથી અને પોતાની તબિયત બગડી જવાથી હઝારેએ ત્રણ-દિવસીય ઉપવાસનો બીજા દિવસે જ અંત લાવી દીધો.

લોકપાલ ખરડાના મામલે મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં અણ્ણા હઝારેના ત્રણ-દિવસીય ઉપવાસના બુધવાર, ૨૮ ડિસેંબરના બીજા દિવસે તિરંગા લહેરાવતા સમર્થકોની ભીડ જમા થઈ છે. જો કે હઝારેએ ઓચિંતા જ બુધવારે સાંજથી તેમના ઉપવાસનો અંત લાવી દીધો છે.

જાહેર ક્ષેત્રની કંપનીઓની નોકરીઓમાં મુસ્લિમો માટે બેઠકો અનામત રાખવાની ટકાવારીમાં બીજા ૪.૫ ટકાનો વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સોમવાર, ૨૬ ડિસેંબરે અમૃતસરમાં નારા લગાવે છે અને કેન્દ્ર સરકારનું પૂતળું બાળે છે. (એએફપી)

સુરતની એક શાળામાં ક્રિસમસની ઊજવણી થઈ રહી છે. (પીટીઆઈ)

હિન્દુઓના પવિત્ર ગ્રંથ ભગવદ્દ ગીતા પર પ્રતિબંધ મૂકવાની રશિયામાં ચાલતી હિલચાલ સામે વિરોધ પ્રદર્શિત કરવા આરએસએસ સંગઠનનો એક કાર્યકર્તા શુક્રવાર, ૨૩ ડિસેંબરે નવી દિલ્હીમાં રશિયાનો ધ્વજ સળગાવે છે. પ્રતિબંધ અંગેના કેસમાં રશિયાના તોમસ્ક શહેરની કોર્ટ ૨૮ ડિસેંબરે તેનો ફેંસલો સંભળાવવાની છે. (એએફપી)

રાજસ્થાનમાં ભંવરી દેવી લાપતા થવાના કેસમાં મુખ્ય કાવતરાખોર સહીરામ બિસ્નોઈ શુક્રવાર, ૨૩ ડિસેંબરે સીબીઆઈને શરણે આવી ગયા બાદ પોલીસે એને તાબામાં લીધો છે. (પીટીઆઈ)

બોલીવૂડનો ચરિત્ર અભિનેતા રઝા મુરાદ (જમણે) અને પાકિસ્તાનનો કોમેડિયન સરદાર કમાલ શુક્રવાર, ૨૩ ડિસેંબરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. (એએફપી)

 
 

 

 
 
કોપીરાઈટ ૨૦૦૮, ચિત્રલેખા ગ્રુપઃ ચિત્રલેખા ગ્રુપની લેખિત સંમત્તિ વિના આ સ્ક્રીન પરની કોઈ પણ વિગતનું પુનઃપ્રકાશન કરવા કે એનો ફેલાવો કરવાની સખત મનાઈ છે.