મેરી હારી, પણ કરોડોનાં દિલ જીત્યાં

Picture 1 of 3

ભારતની મેરી કોમ બુધવાર, ૮ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બોક્સિંગમાં ફ્લાયવેઈટ વર્ગની સેમી ફાઈનલમાં ગ્રેટ બ્રિટનની નિકોલા એડમ્સ સામે ૬-૧૧ પોઈન્ટના તફાવતથી હારી ગઈ. એ સાથે મેરીને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. મેરી-એડમ્સના મુકાબલાના દરેક રાઉન્ડનો સ્કોર આ મુજબ છેઃ 1-3, 1-2, 2-3, 2-3. મણીપુરની વતની, ૨૯ વર્ષીય અને બે પુત્રોની માતા મેરી કોમે ફાઈટ પૂરી થયા બાદ નિરાશા સાથે કહ્યું કે, આઈ એમ સોરી, હું દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ન શકી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic gallery