જ્વાલા-અશ્વિનીએ શક્તિશાળી જોડીને આંચકો આપ્યો

લંડન – ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટનમાં ડબલ્સની હરીફાઈમાં ભારતની જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બી-ગ્રુપની એક રાઉન્ડ રોબીન મેચમાં ચાઈનીઝ તાઈપેઈની યૂ ચીન ચીએન અને વેન સીન્ગ ચેન્ગની જોડીને 25-23 16-21 21-18 થી પરાજય આપ્યો છે અને આ રમતમાં મેડલ જીતવાની ભારતની આશાને જીવંત રાખી છે.

દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર જ્વાલા-અશ્વિનીની આ જીત ઉલ્લેખનીય એટલા માટે છે કે હરીફ જોડી વિશ્વમાં ૧૦મા નંબર પર છે.

નોક-આઉટ તબક્કામાં પહોંચવાના પ્રયાસમાં મક્કમ, વિશ્વમાં ૨૦મી ક્રમાંકિત જ્વાલા-અશ્વિનીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવવામાં ખૂબ મહેનત કરવી પડી હતી. આ મુકાબલો તેમને માટે કરો-યા-મરો જેવો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: olympic news