લંડન – અહીં ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની સ્પર્ધામાં રવિવારે સૌમ્યજીત ઘોષનો મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પરાજય થતા આ રમતમાં ભારતના પડકારનો અંત આવી ગયો છે.
સિલીગુડીનો ૧૯ વર્ષીય ઘોષ ઉત્તર કોરિયાના યોગ બોંગ કિમ સામે 9-11, 11-6, 11-5, 11-9, 11-7 થી હારી ગયો છે.
અગાઉ, શનિવારે મહિલાઓની સિંગલ્સમાં અંકિતા દાસ પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ હતી.
સૌમ્યજીતે પહેલી ગેમ જીતીને શરૂઆત સારી કરી હતી, પણ બાદમાં એ તેની રીધમ જાળવી શક્યો નહોતો અને સતત ચાર ગેમ ગુમાવી દીધી.
કોરિયન ખેલાડીને મેચ જીતતા માત્ર ૨૫ મિનિટનો સમય લાગ્યો હતો.
સૌમ્યજીતે પહેલા રાઉન્ડમાં બ્રાઝિલના ગુસ્તાવો સુબોઈને હરાવ્યો હતો.



















