લંડન – કેરળની ટીન્ટુ લુકા ગુરુવારે મહિલાઓની ૮૦૦ મીટરની દોડની ત્રણમાંની પહેલી સેમી ફાઈનલમાં ૧:૫૯.૬૯ સમય સાથે ૬ઠ્ઠા ક્રમે આવતા ફાઈનલ રાઉન્ડ માટે ક્વાલિફાય થઈ શકી નથી. આમ, એક મેડલ જીતવાનું ભારતનું સપનું સાકાર થઈ શક્યું નથી.
અગાઉ, હીટ્સમાં ટીન્ટુ 2:01.75 સેકંડ સાથે ત્રીજા ક્રમે આવી હતી.



















