પોતાની નવી ફિલ્મ 'પ્લેયર્સ'ના પ્રચાર માટે બ્રિટન ગયેલા બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચને શુક્રવાર, ૬ જાન્યુઆરીએ લંડનમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી. બોલીવૂડે હોલીવૂડની સુપરહિટ નિવડેલી ફિલ્મ 'ધ ઈટાલીયન જોબ' પરથી હિન્દીમાં 'પ્લેયર્સ' બનાવી છે. અભિષેકે આમાં તે મુખ્ય ભૂમિકા ભજવી છે જે 'ધ ઈટાલીયન જોબ'માં સર માઈકલ કેઈને ભજવી હતી.












