એન્ગ્રી બર્ડ્સ આધારિત એન્ગ્રી ઈમરાન ગેમ પણ લોકપ્રિય

લાહોર – પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને તેમની જિંદગીમાં અનેક બહુમાન મેળવ્યા હશે, એક તાજું બહુમાન મેળવ્યું છે તેમના પોતાના જ સ્માર્ટફોન એપ્લિકેશન – એન્ગ્રી ઈમરાન દ્વારા જે દુનિયાભરમાં ધમાલ મચાવી દેનાર એન્ગ્રી બર્ડ્સ એપ્લિકેશન્સને આધારિત છે.

એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટ્સ માટે ત્રણ દિવસ અગાઉ આ એન્ગ્રી ઈમરાન ગેમ રિલીઝ કરાઈ તે પછી હજારો વખત તેને ડાઉનલોડ કરવામાં આવી છે.

આ એપના ડેવેલપર્સ કહે છે કે પ્રતિસાદે અમને ચકિત કરી દીધા છે.

આ એપમાં ખેલાડીઓ ઈમરાનને પાકિસ્તાનના રાજકીય નેતાઓના વિશાળ માથા પર કૂદાવીને બેસાડે અને પછી ઈમરાન તેના હથિયાર વડે પેલાઓના માથા ફોડે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની છાપ ઉગ્ર મિજાજવાળા પુરુષની રહી છે. તેથી ડેવેલપર્સે તેનો ઉપયોગ ગેમ બનાવવામાં કર્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sci & Tech