૬૦ ટકા કાર બની જશે ‘કનેક્ટેડ કાર્સ ઓફ ફ્યૂચર’

હવે માંડ પાંચેક વર્ષની જ વાર છે અને વિશ્વની ૬૦ ટકા મોટરકારો બિલ્ટ-ઈન ઈન્ટરનેટ, વાયરલેસ કનેક્ટિવિટી અને સ્માર્ટ નોટિફિકેશન્સ જેવા મોડર્ન ફીચર્સ સાથે કનેક્ટેડ થઈ જશે.

માર્કેટ રિસર્ચર એબીઆઈનો અંદાજ છે કે યુએસ અને પશ્ચિમી યુરોપના દેશોમાં તો ૮૦ ટકા કાર આવા ફીચર્સથી કનેક્ટેડ થઈ જશે, કારણ કે નવી કારોને અધિક સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવનાર છે.

લેટિન અમેરિકા અને ઈસ્ટર્ન યુરોપ જેવા વિકાસશીલ ક્ષેત્રોમાં પણ ટેલીમેટિક્સ સાથે કનેક્ટેડ નવા વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થશે. આવા દેશોમાં બ્રાઝિલ અને રશિયા મોખરે હશે.

ઈન-કાર કનેક્ટિવિટી ટ્રેન્ડ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીમાં આમુલ પરિવર્તન લાવી દેશે. એનાથી ગ્રાહકોને પરોક્ષ અને પ્રત્યક્ષ સુરક્ષા પ્રાપ્ત થશે અને સાથોસાથ લાઈફસ્ટાઈલ સેવાઓ સાથે તેઓ કનેક્ટેડ પણ રહી શકશે.

ફોર્ડ, ટોયોટા, લેક્સસ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કાર કંપનીઓ ‘કનેક્ટેડ કાર્સ ઓફ ધ ફ્યૂચર’ ડેવેલપ કરવામાં વ્યસ્ત છે.

આ કંપનીઓને કાઈનેક્ટ, વિન્ડોઝ 8, વિન્ડોઝ ફોન, વિન્ડોઝ લાઈવ, બિન્ગ, ટેલમી જેવા એપ્લિકેસન્સના ઉપયોગ સાથે ‘નેક્સ્ટ જનરેશન ઓફ ધ કનેક્ટેડ કાર પ્લેટફૉર્મ’ બનાવવામાં માઈક્રોસોફ્ટ મદદ કરી રહી છે.

કનેક્ટેડ થવા માટે તમારે તમારું સિમ કાર્ડ કારની ઓન-બોર્ડ સિસ્ટમમાં ડ્રોપ કરવાનું હશે અથવા તમારા ફોનને બ્લુટુથ મારફત તેની સાથે જોડવાની રહેશે. એ સાથે જ તમે ૮ વાઈફાઈ એનેબલ્ડ ડિવાસીસ વડે ઈન્ટરનેટની મજા માણી શકશો.

આને લીધે ટ્રાફિક જામની સ્થિતિમાં પણ તમે અકળાશો નહીં, કારણ કે તમે નેટ સર્ફ કરી શકશો અથવા ઈમેલ વાંચી શકશો. પરંતુ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે વાહન ડ્રાઈવ કરતા હો ત્યારે તેનો ઉપયોગ કરવો નહીં.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sci & Tech