લાસ વેગાસ – કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ (સીઈએસ) એટલે વિશ્વમાં નવી ટેક્નોલોજીનું વિરાટ પાયે પ્રદર્શન કરતો શૉ.
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં દુનિયાભરના ટેક્નોલોજી ઉત્પાદકો, એક્ઝિબિટર્સ જોડાયા છે.
સોની કંપનીએ આ શૉમાં તેના મુખ્ય ડિવાઈસ એક્સપીરિયા-Z ને સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે.
સીઈએસ-2013 શરૂ થતાં જ નવા ગેજેટ્સની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહીં વિશ્વના મોટા ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો ઉપરાંત ઘણા નાના મેન્યૂફેક્ચરર્સ પણ તેમનાં ડિવાઈસીસ લોન્ચ કરી રહ્યા છે.
તદુપરાંત અમુક એવા ગેજેટ્સ તથા ટેક્નોલોજી પણ બજારમાં આવશે જે અત્યાર સુધી એકેય ડિવાઈસમાં આપવામાં આવી નથી.
અત્યાર સુધી માર્કેટમાં 720 પિક્સલ સપોર્ટ એચડી સ્માર્ટફોન જ ઉપલબ્ધ હતા, પમ સોનીએ સીઈએસ 2013માં 1080 પિક્સલનો એક્સપીરિયા-Z લોન્ચ કરી દીધો છે. આ ફોનની કિંમત ભારતીય ચલણ મુજબ લગભગ ૩૭,૮૫૦ રૂપિયા છે.
એક્સપીરિયા-Zમાં 5 મેગાપિક્સલ કેમેરા, 1080 પિક્સલ સપોર્ટ, 2 જીબી રેમ, 12 મેગાપિક્સલ રિયર કેમેરા, 1.5 ગીગાહર્ટ્ઝ ઓએસ સાથે એન્ડ્રોઈડ 4.1 જેલી બીન ઓએસ પણ છે.



















