કેવો પોશાક પહેરવો એ સોફ્ટવેર નક્કી કરે છે

સિંગાપોર- નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરનાં શોધકર્તા સી લિયુ અને શુઈચેંગ યાને ‘મેજિક ક્લોઝેટ’ નામનું સોફ્ટવેર તૈયાર કર્યુ છે જે અલગ અલગ પ્રસંગે કેવો પોશાક પહેરવો જોઈએ તે જણાવે છે.

સિંગાપોર અને ચાઈનીઝ એકડમી ઓફ સાઈન્સ દ્વારા બનાવાયેલું આ સોફ્ટવેર એક વિશેષ પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કપડા પસંદ કરવા અને તે યોગ્ય લાગે છે કે નહીં તે બતાવવામાં મદદ કરે છે.

આ સોફ્ટવેર લગ્ન, ઓફિસ, ડેટ જેવા ૧૦ પ્રસંગે કપડા પહેરવામાં તમારી મદદ કરશે. સાથે જ, આમાં તમે પોશાક પ્રમાણે મનપસંદ ફૂટવેર અથવા એક્સેસરીઝની સાથે મેચ કરાવીને પણ જોઈ શકશો. આ પ્રોગ્રામ તૈયાર કરવા માટે લિયુ અને યાને flickr.com જેવા ફોટો શેયરિંગ કમ્યુનિટીથી ૨૫,૦૦૦થી વધારે કપડાનાં ફોટાઓને એકઠા કર્યા અને તેના પર અભ્યાસ કર્યો.

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sci & Tech