અમેરિકાના લાસ વેગાસમાં હાલ ચાલી રહેલા ઈન્ટરનેશનલ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શૉ-2013 (CES)માં બ્રિટનની જાણીતી પ્લાસ્ટિક ઈલેક્ટ્રોનિક્સ કંપની, પ્લાસ્ટિક લોજિક તેમજ કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને ડેવેલપ કરેલા ફ્લેક્સિબલ પેપર-ટેબ્લેટને પહેલી જ વાર દુનિયા સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક લોજિક કંપનીના માલિક છે ભારતીય મૂળના ઈન્દ્રો મુખરજી, જે ઓક્સફર્ડ અને વાર્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે. કાગળ જેવા પાતળા કદના, વળી શકે એવા અદ્દભૂત ટેબ્લેટ કોમ્પ્યુટરને લોન્ચ કરવામાં ઈન્ટેલ કંપનીએ પણ સહયોગ આપ્યો છે.
‘પેપર-ટેબ’ તરીકે ઓળખાતા આ ટેબ્લેટ કોમ્પ્યુટરમાં ૧૦.૭ ઈંચનું પ્લાસ્ટિક ડિસપ્લે છે. દેખાવમાં એ કોઈ પણ પ્લાસ્ટિકની શીટ જેવું જ છે.



















