ગેલેક્સી ફોનનું ધૂમ વેચાણ; સેમસંગનો રેકોર્ડ નફો

સોલ – ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોનના જંગી વેચાણને લીધે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે ત્રિમાસિક સ્તરે ૫.૯ અબજ ડોલરનો વિક્રમસર્જક નફો હાંસલ કર્યો છે. જો કે સાઉથ કોરિયન કંપની સેમસંગને યુરોપમાંની આર્થિક કટોકટીની ચિંતા છે જેણે ટેલિવિઝન તથા હોમ એપ્લાયન્સીસ માટેની તેની સૌથી મોટી માર્કેટમાં ડિમાન્ડને ફટકો લગાવ્યો છે.

સેમસંગના મુખ્ય ગેલેક્સી સ્માર્ટફોને તેના હરીફો એપલ તથા નોકિયા પરની સરસાઈ વધારી છે. તેને એના લેટેસ્ટ એસ-3 મોડેલ માટે ધાર્યા કરતા અનેકગણો વધારે સારો પ્રતિસાદ મળ્યો છે.

ગયા જૂનમાં પૂરા થયેલા પહેલા ત્રણ મહિનાના ક્વાર્ટરમાં સેમસંગે કુલ ૫.૯ અબજ ડોલર નફો નોંધાવ્યો છે જે આગલા વર્ષના આ જ ક્વાર્ટરની સરખામણીમાં ૭૯ ટકા વધારે છે. મોબાઈલ-ફોનના બિઝનેસથી થયેલી કમાણી બમણી થઈ ગઈ છે.

સેમસંગે વીતી ગયેલા બીજા ક્વાર્ટરમાં પાંચ કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું હતું.

ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોનમાં લેટેસ્ટ, ગેલેક્સી S-3ના અંદાજે ૭૦ લાખ યુનિટ્સ જૂનના અંત સુધીમાં વેચાયા છે. સેમસંગે તેનો આ સ્માર્ટફોન હજી ગયા મે મહિનામાં જ લોન્ચ કર્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sci & Tech