વોશિગ્ટન- એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે આપણી આકાશગંગામાં ઓછામાં ઓછા ૧૦૦ અબજ ગ્રહો છે. આ અભ્યાસ પર જો વિશ્વાસ કરીએ તો દરેક તારાઓમાં ઓછામાં ઓછો એક ગ્રહ છે અને મોટાભાગનાં ગ્રહોમાં જીવનની સંભાવના હોઈ શકે છે.
અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ગ્રહોની સાથે તારા પણ આખાય બ્રહ્માંડમાં ફેલાયેલા છે. નાસાનું કહેવું છે કે કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનાં એસ્ટ્રોનોમર્સે કેપલર-૩૨ નામના તારાની હાજરીમાં ગ્રહો તેમજ આપણી આકાશગંગાનાં ગ્રહોનું પ્રતિનિધિત્વ કરનારી પ્રણાલિઓનાં અભ્યાસ દરમિયાન આ તારણ કાઢ્યું છે.
કેલટેકમાં ખગોળવિજ્ઞાનનાં પ્રોફેસર જોન જોન્સન આ અભ્યાસનાં લેખક પણ છે. ગ્રહોની વ્યવસ્થાનું તારણ નાસનાં કેપલર સ્પેસ ટેલિસ્કોપની મદદથી લેવાયું હતું અને આ વ્યવસ્થામાં ૫ણ ગ્રહો હોય છે.



















