ન્યૂ યોર્ક – એપલનો નેક્સ્ટ જનરેશન આઈફોન ક્યારે લોન્ચ થશે તેની આતુરતાનો અંત આવી ગયો છે. ક્યૂપેર્ટિનો-સ્થિત આ કંપની તેનો નવો, આઈફોન-5 બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કરવાની છે. આગલા તમામ લોન્ચની જેમ આઈફોન-5 વિશે પણ અનેક અટકળો થઈ છે.
ટચ સ્ક્રીન દ્વારા મોબાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર કમ્પ્યુટર અને મોબાઈલ ફોન બનાવનારી એપલના પ્રી-ઓર્ડર ૧૪ સપ્ટેંબરથી શરૂ થવાની ધારણા છે.
આ ફોનમાં અગાઉના વર્ઝન કરતા મોટો સ્ક્રીન છે, 4-G નેટવર્ક સ્પીડ છે અને વધારે ઝડપી પ્રોસેસર છે. આ ૪ ઈંચના ડિસ્પ્લેવાળો ફોન છે. જેમાં 1136×640નું રેઝોલ્યૂશન છે.
આ ફોન એપલના અત્યાર સુધીના આઈફોન કરતા વજનમાં હલકો અને કદમાં સૌથી પાતળો છે. ફોનની મેમરી 1 જીબી રેમ, બેટરી ૧૪૪૦ એમએએચ, વજનમાં લગભગ ૧૩૦ ગ્રામ અને કેમેરા ૮ મેગા પિક્સલનો છે.



















