લોસ એન્જેલેસ ટાઇમ્સમાં હવે રોબો પણ લખશે ન્યૂઝ

લોસ એન્જેલેસ – રોબો  દ્વારા માનવ જરૂરિયાતના કામો કરવાના સમાચાર તો તમે સાંભળ્યા કે વાંચ્યા હશે, પણ કોઈ રોબો પત્રકાર બની ગયો હોય એવું પહેલીવાર બન્યું છે. અમેરિકાનું ધી લોસ એન્જેલેસ અખબર વિશ્વનું પ્રથમ અખબાર બન્યું છે, જેણે રોબો દ્વારા લખાયેલા સમાચાર પ્રકાશિત કર્યા છે. આ રોબોટે ભૂંકપ વિશેના એક ન્યૂઝ લખી આ નવો જ રેકોર્ડ બનાવ્યો છે.

પત્રકાર અને પ્રોગ્રામર કેન શ્વેન્કેએ એવો કાર્યક્રમ વિકસાવ્યો છે, જે ભૂંકપ આવવાની સ્થિતિમાં સ્વયંસંચાલિત રીતે એક નાનકડો લેખ લખી નાખે છે.

શ્વેન્કે જણાવ્યું કે ભૂંકપના આ સમાચાર માત્ર ત્રણ મિનિટમાં વેબસાઇટ પર પ્રકાશિત કરી દેવાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે રોબો જર્નાલિઝમ વિશ્વભરના ન્યૂઝરૂમમાં વધી રહ્યું છે, એલએ ટાઇમ્સ આ ટેક્નૉલોજી શરૂ કરનારું પ્રથમ અખબાર બન્યું છે.

અખબાર યુએસ જીયોલોજિકલ સર્વે જેવા વિશ્વાસપાત્ર સ્રોતથી માહિતી મેળવે છે અને તેને અગાઉથી તૈયાર કરેલા લેખના ટેમ્પલેટમાં રજૂ કરે છે.

ભૂકંપ ઉપરાંત શહેરમાં થતા ક્રાઇમ ન્યૂઝ પણ આ રોબો દ્વારા તૈયાર કરવામાં આવે છે. માનવીય એડિટર આવા સમાચારોમાંથી કયા વધુ મહત્વના છે તે નક્કી કરે છે અને બાદમાં તેને પ્રકાશિત કરવામાં આવે છે.

 

Filed in: Sci & Tech