લંડન – એક રીસાઈક્લિંગ એટીએમ મશીન ગેજેટ્સના શોખીનોને એક ગજબનો વિકલ્પ આપે છે. આ એટીએમ જૂના મોબાઈલ ફોન સ્વીકારે છે અને તેના બદલામાં રોકડ રકમ આપે છે. આમ, લેટેસ્ટ મોડેલ ખરીદવા માટે જૂના મોબાઈલ ફોન ફેંકી દેવા એના કરતા આ એટીએમને સુપરત કરી જે રકમ મળે એ સારી ગણવી.
કેલિફોર્નિયાની કંપની ઈકો એટીએમ દ્વારા અદ્યતન અને વિશિષ્ટ પ્રકારનું મશીન બહાર પાડવામાં આવ્યું છે. આ મશીન મોબાઈલનો સ્ક્રીન તૂટેલો છે કે આખો એ પારખી લે છે, બિનજરૂરી માલની રીસેલ અને રીસાઈક્લિંગ વેલ્યૂ નક્કી કરે છે.



















