સિડની- વીડિયો ગેમ્સ બાળકોમાં રહેલી સમસ્યાનું નિરાકરણ લાવવા અને તેમનાં આત્મ સન્માનની ભાવના વધારવા સિવાય તેમને વ્યાયામ કરવા માટે પ્રેરણા પુરી પાડે છે. આ માહિતી હાલમાં જ થયેલા એક અભ્યાસ પરથી મળી છે. ક્વીંસલેન્ડ સ્થિત ‘ઓસ્ટ્રેલિયા ગેમ્સ રિચર્ચ એન્ડ ઈન્ટરેક્શન ડિઝાઈન’(જીઆરઆઈડી) લેબની પેની સ્વીટસેર, ડેનિયલ જોનસન અને પેટા યેથે અભ્યાસ દરમિયાન બાળકો દ્વારા વીડિયો ગેમ્સની સરખામણીએ ટીવી અને ડીવીડી જોવા માટે પસાર કરેલા સમયની પરસ્પર સરખામણી કરી.
‘ઓસ્ટ્રેલિયન જર્નલ ફોર અર્લી ચાઈલ્ડહૂડ’ પ્રમાણે ટીવી જોવો એક નિષ્ક્રિય અનુભવ રહ્યો, જ્યારે વીડિયો અને કોમ્પ્યુટર ગેમ્સ જેવા પ્રભાવશાળી કામ બાળકોનાં આત્મસન્માન, સમસ્યાનું નિરાકરણ લાવવા માટેનાં શ્રેષ્ઠ કાર્યો રહ્યા.
અભ્યાસ પરથી જાણવા મળ્યું કે નિનટેંડો વેઈ, સોની પ્લેસ્ટેશન મૂવ અને એક્સબોક્સ કિનેક્ટ જેવી વીડિયો ગેમ્સ બાળકોને એક્સરસાઈઝ કરવા પણ પ્રોત્સાહન પુરૂ પાડે છે.



















