સચીન-પુત્ર અર્જુને ફટકારી કારકિર્દીની પહેલી સદી

મુંબઈ – માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરના પુત્ર અર્જુને દક્ષિણ મુંબઈના ક્રોસ મેદાન પર રમાતી એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં સદી ફટકારી છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે આયોજિત અન્ડર-14 વેકેશન ટુર્નામેન્ટમાં ૧૩ વર્ષીય અર્જુને ગયા શનિવારની મેચમાં ૧૨૪ રન ફટકાર્યા હતા જેમાં ૧૪ બાઉન્ડરી અને એક સિક્સરનો સમાવેશ થાય છે.

તેની સદીને લીધે તેની ટીમ ખાર જિમખાનાએ સેમી ફાઈનલમાં ગોરેગામ સેન્ટર ટીમને એક દાવ અને ૨૧ રનથી પરાજય આપ્યો હતો.

ગોરેગામ સેન્ટરે પહેલા દાવમાં ૧૪૩ રન કર્યા બાદ ખાર જિમખાનાએ ૩૪૨ રન કર્યા હતા. ગોરેગામ સેન્ટર ટીમ બીજા દાવમાં ૧૭૮ રનમાં ઓલઆઉટ થઈ જતા તેનો ૨૧ રનથી પરાજય થયો હતો. ખારના બોલરો દર્શન બોરકરે ૩૦ રનમાં ૪ અને વિજ્ઞેશ સોલંકીએ ૬૮ રનમાં ૪ વિકેટ લીધી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports