ભારતીય ક્રિકેટ બોર્ડે પીસીબીનો પ્રસ્તાવ નકાર્યો

ચેન્નઈ – પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે આ વર્ષના અંતમાં રમાનારી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝની એક મેચ મોહાલીમાં રાખવાની વિનંતી કરી હતી, પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેને ફગાવી દીધી છે.

પીસીબીના એક અધિકારીએ કહ્યું છે કે, બીસીસીઆઈએ મોહાલીમાં મેચ ન રાખવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે, કારણ કે બીસીસીઆઈની મેચ ફાળવણી કરવા અંગે રોટેશન પોલિસી છે. તે અંતર્ગત ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ મોહાલીમાં યોજવી સંભવ નથી.

પાકિસ્તાનની ટીમ ડિસેંબરના અંત ભાગમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમવા માટે ભારતના પ્રવાસે આવવાની છે. બંને દેશ વચ્ચે ૨૦૦૭ બાદ આ પહેલી જ પરસ્પર સિરીઝ હશે.

પાકિસ્તાન બોર્ડે મોહાલીમાં એક મેચ રાખવાની એટલા માટે વિનંતી કરી હતી કે વાઘા સરહદના રસ્તેથી પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓને ભારતમાં પહોંચવાનું આસાન છે.

૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઈનલ મેચ મોહાલીમાં રમાઈ હતી જેનો બંને દેશના ક્રિકેટપ્રેમીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports