પોર્ટ ઓફ સ્પેન – વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેની સાથે ઝઘડો કરીને પરેશાન થઈ ગયેલા ઓપનર ક્રિસ ગેઈલને અંતે વન-ડે ક્રિકેટ ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે જ ગેઈલને ટીમથી ૧૪ મહિના સુધી રહેલા લાંબા વનવાસનો અંત આવી ગયો છે.
ગેઈલ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં રમશે. સિરીઝનો આરંભ ૧૬ જૂનથી થવાનો છે.
એક રેડિયો ઈન્ટરવ્યૂમાં ગેઈલે ક્રિકેટ બોર્ડની નીતિઓની ટીકા કર્યા બાદ તેને ટીમમાંથી પડતો મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાધાન કરવા માટે ગેઈલે અનેક પ્રયાસો કર્યા હતા, પણ તે ફાવ્યો નહોતો. છેવટે તેનો નિરાશાનો કાળ સમાપ્ત થયો છે.
હાલમાં સમાપ્ત થયેલી આઈપીએલ-5માં ગેઈલે સૌથી વધારે રન કર્યા હતા અને ઓરેન્જ કેપ હાંસલ કરી હતી.



















