ખાર્કિવ (યુક્રેન) – હાલ રમાતી યુરો કપ-2012 ચેમ્પિયનશિપમાં જર્મની સામેની મેચમાં નેધરલેન્ડ્સનો ૧-૨થી પરાજય થયા બાદ ડચ ટીમના ખેલાડી વેસ્લી સ્નાઈડરે ચાહકોની માફી માગી છે.
એક ઈન્ટરવ્યૂમાં મિડફિલ્ડર સ્નાઈડરે કહ્યું કે, હું દરેક જણની માફી માગવા માગું છું.
આ પરાજય અસહ્ય છે. અમે એ વિશે ધાર્યું નહોતું. અમે એમ ધારતા હતા કે અમે જર્મનોને હરાવી શકીશું.
જર્મનીના મારીયો ગોમેઝે બે ગોલ કર્યા બાદ ફર્સ્ટ હાફને અંતે નેધરલેન્ડ્સ ૦-૨થી પાછળ હતું.
સ્પર્ધામાં નેધરલેન્ડ્સનો આ સતત બીજો પરાજય છે. તે છતાં ક્વૉર્ટર ફાઈનલમાં પહોંચવાની તેને તક છે, પણ એ માટે તેણે રવિવારે પોર્ટુગલને બે ગોલના તફાવતથી હરાવવું પડે અને જો જર્મની ડેન્માર્કને હરાવી દે.



















