પહેલી વન-ડેઃ ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

હેમ્બાન્ટોટા – શ્રીલંકા સામે આજે અહીં પાંચ મેચોની સિરીઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતે ઈલેવનમાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનો સમાવેશ કર્યો છે, પણ ડ્રગ્સના લફરામાં સંડોવાયેલા લેગસ્પિનર રાહુલ શર્માનું શું થયું એ હજી સ્પષ્ટ થયું નથી.

શ્રીલંકાની ટીમમાં રંગના હેરાથે ઈલેવનમાં પુનરાગમન કર્યું છે.

ભારત ૨૦૦૮ના ઓગસ્ટથી શ્રીલંકામાં પાંચ વન-ડે મેચોની સિરીઝ રમ્યું છે. તે ૨૨ મેચોમાંથી ભારત ૧૪માં જીત્યું છે અને ૮માં હાર્યું છે. ભારતે પાંચમાંથી ચાર સિરીઝ જીતી છે.

બંને દેશ વચ્ચે ૧૯૮૫ અને ૨૦૦૬ વચ્ચે બીજી ૧૩ સિરીઝ રમાઈ હતી જેમાં ભારત માત્ર બેમાં જ જીતી શક્યું હતું અને બે ડ્રો ગઈ હતી. એકમાં કોઈ રિઝલ્ટ આવ્યું નહોતું અને શ્રીલંકાએ ૮માં જીત હાંસલ કરી હતી.

આજની મેચ માટેની ટીમોઃ

ભારતઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), વિરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, આર. અશ્વિન, ઝહીર ખાન, ઉમેશ યાદવ અને પ્રજ્ઞાન ઓઝા.

શ્રીલંકાઃ ઉપુલ થારંગા, તિલકરત્ને દિલ્શાન, કુમાર સંગકારા (વિકેટકીપર), મહેલા જયવર્દને (કેપ્ટન), દિનેશ ચાંદીમલ, એન્જેલો મેથ્યૂસ, લાહીરુ થિરીમન્ને, થિસારા પરેરા, નુવન કુલસેકરા, લસિથ મલિંગા અને રંગના હેરાથ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports