પેસ-વેસ્નીનાને સંતોષ માનવો પડ્યો રનર્સ-ટ્રોફીથી

વિમ્બલ્ડન – ભારતનો લિયાન્ડર પેસ અને તેની રશિયન જોડીદાર એલીના વેસ્નીનાને અહીં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં રનર્સ-અપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે. આ ચતુર્થ સીડ જોડીનો રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં અમેરિકન જોડી માઈક બ્રાયન અને લિઝા રેમંડ સામે ૩-૬, ૭-૫, ૬-૪થી પરાજય થયો છે.

વિજેતા જોડીઃ લિઝા રેમંડ અને માઈક બ્રાયન

વર્તમાન ટેનિસ વર્ષમાં પેસ અને વેસ્નીનાની જોડીની આ બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં હાર થઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેઓ હાર્યા હતા.

રવિવારની મેચમાં પેસ-વેસ્નીનાએ ત્રણ ડબલ ફોલ્ટ કર્યા જ્યારે હરીફ જોડીએ ૧૬ વિનર્સ શોટ માર્યા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports