લિઆન્ડર પેસે સ્પષ્ટ કરી દીધું; હું ચાહકો, દેશને ખાતર ઓલિમ્પિક્સમાં રમીશ

લંડન – ભારતનો ટેનિસ સ્ટાર લિઆન્ડર પેસે લંડન ઓલિમ્પિક્સમાં રમવાના મુદ્દે ઊભા થયેલા વિવાદનો અંત લાવી દીધો છે. તેણે એક મુલાકાતમાં કહ્યું છે કે પોતે આગામી રમતોત્સવમાં મિક્સ્ડ ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે રમશે અને મેન્સ ડબલ્સમાં વિષ્ણુ વર્ધન સાથે રમશે.

૩૯ વર્ષીય અને ભૂતપૂર્વ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા પેસનું કહેવું છે કે મને છેલ્લા ૨૫ વર્ષથી ટેકો આપતા મારા ચાહકો, મારા દેશ અને જનતા વતી રમવા મળે છે મારે મન ગૌરવની વાત છે. આ મારા જીવનની ૬ઠ્ઠી ઓલિમ્પિક્સ હશે. કિશોરાવસ્થામાં મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે હું આવી સિદ્ધિ હાંસલ કરી શકીશ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports