કોલંબો – શ્રીલંકાને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ૪-૧થી ધૂળ ચાટતું કરી દઈને વિશ્વ રેન્કિંગ્સમાં બીજું સ્થાન હાંસલ કર્યા બાદ આજે તેની સામેની એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ જીતી લેવાના મૂડમાં છે મહેન્દ્ર સિંહ ધોની અને તેના સાથીઓ.
ટીમ ઈન્ડિયાના આત્મવિશ્વાસનું કારણ છે ખેલાડીઓનું જોરદાર ફોર્મ.
ભારત અને શ્રીલંકા ૨૦૦૯ બાદ માત્ર ચાર ટ્વેન્ટી-20 મેચ રમ્યા છે જેમાંથી બંને ટીમ બબ્બે મેચ જીતી છે. હવે ધોનીની ટીમ સરસાઈ પ્રાપ્ત કરવા સજ્જ થયા છે.
ભારતીય ટીમે ઘણા લાંબા સમય બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિજયી કમબેક કર્યું છે. બેટ્સમેનો અને બોલરો, બધાએ સારો દેખાવ કર્યો છે. ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સૌથી વધારે ઈમ્પ્રેસ કર્યા છે.
ભારતની વિજય કૂચને અટકાવવાનું શ્રીલંકા માટે અસંભવ નહીં તો મુશ્કેલ તો છે જ, કારણ કે કુમાર સંગકારા ઈજાને કારણે ટીમમાંથી આઉટ છે અને લસીથ મલિંગા અને મહેલા જયવર્દનેનો દેખાવ કંગાળ રહ્યો છે.
આજે ટી-ટ્વેન્ટીમાં પણ શ્રીલંકાને પરાસ્ત કરવા માગે છે ભારત