સાયના નેહવાલ બની થાઈલેન્ડ ઓપન ચેમ્પિયન

બેંગકોક – ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે આવતા મહિનાની ઓલિમ્પિક ગેમ્સ પૂર્વે મહત્વની સફળતા હાંસલ કરી છે. તેણે રવિવારે અહીં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં થાઈલેન્ડની રેચાનોક ઈન્થેનોનને હરાવીને થાઈલેન્ડ ઓપન ગ્રાં પ્રી ગોલ્ડ સ્પર્ધા જીતી લીધી છે.

૨૨ વર્ષીય અને વિશ્વમાં પાંચમી ક્રમાંકિત નેહવાલે ઈન્થેનોનને ૧૯-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૦ થી પરાજય આપ્યો છે. આ વર્ષમાં સાયનાનું આ બીજું વિજેતાપદ છે. ગયા માર્ચમાં તેણે સ્વિસ ઓપન સ્પર્ધા જીતી હતી.

આ જીતથી જુલાઈ-ઓગસ્ટમાં લંડનમાં નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનો સાયનાનો આત્મવિશ્વાસ વધશે.

પહેલો સેટ હારી ગયા બાદ સાયના મેચમાં આગળ થવા માટે ખૂબ ઝઝૂમી હતી અને જોરદાર વળતી લડત આપીને તેની ૧૭ વર્ષીય અને સ્પર્ધાની દ્વિતીય ક્રમાંકિત હરીફ સામેના બે સેટ જીતી લીધા હતા.

સી.યુ. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં એકતરફી રહેલા દર્શકોના જોરદાર સમર્થનને લીધે ઈન્થેનોને પ્રથમ સીડેડ સાયનાને ખૂબ હંફાવી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports