લંડન – સાનિયા મિર્ઝા અને બીથેની મેટેક-સેન્ડ્સ (અમેરિકા)ની જોડીએ અહીં વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
બીજા રાઉન્ડમાં તેમણે સ્ટીફેની ફોરેટ્ઝ-ગેકોન અને ક્રિસ્ટીના મેડોવીચની ફ્રેન્ચ જોડીને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો છે.
૧૩મી ક્રમાંકિત સાનિયા-બીથેની હવે વિલિયમ્સ બહેનો અથવા મારીયા કિરિલેન્કો-નાદિયા પેટ્રોવા (રશિયા)માંથી વિજેતા બનનાર જોડી સામે રમશે.
એક કલાક કરતા પણ ઓછા સમય સુધી ચાલેલી મેચમાં સાનિયા-બીથેનીએ જોરદાર ગેમનું પ્રદર્શન કર્યું હતું અને પાંચમાંના ત્રણ બ્રેક પોઈન્ટ કન્વર્ટ કર્યા હતા.



















