નવી દિલ્હી – હાલમાં જ સમાપ્ત થયેલી લંડન ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાની રમતમાં વિજયી થઈને મેડલ જીતનાર દેશના એથ્લીટ્સને પ્રોત્સાહિત કરવા માટે સ્પાઈસજેટ લિમિટેડે એ તમામ ૬ મેડલ વિજેતાઓને લાઈફટાઈમ ફ્રી એર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે.
દેશમાં સસ્તા ભાડાવાળી એરલાઈન્સમાં સ્પાઈસજેટ સૌથી વધારે ડીમાન્ડમાં છે.
તેણે કુસ્તી અને શૂટિંગમાં રજત ચંદ્રક જીતનાર બે ખેલાડી અનુક્રમે સુશીલ કુમાર અને વિજય કુમાર તેમજ ચાર કાંસ્ય ચંદ્રક વિજેતાઓ – ગગન નારંગ (શૂટિંગ), સાઈના નેહવાલ (બેડમિન્ટન), મેરી કોમ (બોક્સિંગ) અને યોગેશ્વર દત્ત (કુસ્તી)ને ઈનામના રૂપમાં આ ફ્રી એર ટિકિટ આપી છે. આ જાહેરાત સ્પાઈસજેટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર નીલ મિલ્સે કરી છે.



















