કોહલી પર દબાણ ન લાવવા સચીનની અપીલ

મુંબઈ – વિરાટ કોહલીને ક્રિકેટની રમતના સૌથી શ્રેષ્ઠ આશાસ્પદ બેટ્સમેન તરીકે ગણીને બિરદાવવામાં આવી રહ્યો છે તેની સાથે સિનિયર ક્રિકેટર સચીન તેંડુલકર પણ સંમત થયો છે, પરંતુ સાથોસાથ તે ઈચ્છે છે કે કોહલીની આશાસ્પદ કારકિર્દીનો હજી આરંભ થયો છે ત્યારે એની પર વધારે પડતું દબાણ લાવવું ન જોઈએ.

કોહલીએ છેલ્લી ત્રણ વન-ડે મેચોમાં તેની બેટિંગ તાકાતનો જબરદસ્ત પરચો બતાવ્યો છે.

સચીન કહે છે, કોહલી ઘણો જ સારો ખેલાડી છે. એણે સરસ દેખાવ કર્યો છે, પણ હું એટલું કહીશ કે એની પર દબાણ ન લાવો. એને એની રીતે રમવા દો.

કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ગૃહ ટીમ સામેની વન-ડે મેચમાં ૮૬ બોલમાં ૧૩૩ રન ફટકારતા ભારત માત્ર ૩૭ ઓવરમાં ૩૨૧ રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી શક્યું હતું. ત્યારબાદ એણે ઢાકામાં એશિયા કપની મેચમાં પાકિસ્તાન સામે ૧૮૩ રનની કરિયર-બેસ્ટ ઈનિંગ્ઝ રમતા ભારત ૩૩૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી શક્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sports