મેલબોર્ન – ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી પાંચમી આવૃત્તિમાં રમવાને બદલે રાષ્ટ્રીય ટીમ માટે ફરજ બજાવવાનું પસંદ કર્યું છે.
આઈપીએલમાં નિયમિત રમેલા વોર્નરે કહ્યું છે કે જો એને રાષ્ટ્રીય ટીમ માટે રમવાનું ગુમાવવું પડે એમ હશે તો એ ટ્વેન્ટી-20 લીગમાં ક્યારેય નહીં રમે.
આનાથી વિપરીત, વેસ્ટ ઈન્ડિઝને આઈપીએલને કારણે તેના યુવા સ્પિનર સુનીલ નારાયણ અને પીઢ બેટ્સમેન માર્લોન સેમ્યુલ્સને ગુમાવવા પડશે. ૪ એપ્રિલથી શરૂ થતી આઈપીએલ-5ના એક અઠવાડિયા બાદ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ-મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. વોર્નરે તો આઈપીએલને બદલે ટેસ્ટ સિરીઝમાં રમવાનું જ પસંદ કર્યું છે.



















