ભંવરી દેવી હત્યા કેસનો મુખ્ય આરોપી કૈલાશ જાખડ કોર્ટમાંથી ફરાર

જોધપુર- ભંવરી દેવી હત્યા કેસનો મુખ્ય આરોપી કૈલાશ જાખડ જોધપુરની સેશન્સ કોર્ટમાંથી પલાયન થઇ ગયો છે. જાખડ પર ભંવરી દેવીના મૃતદેહનો નિકાલ કરવાનો  આરોપ છે.
36 વર્ષની નર્સ ભંવરી દેવી ગયા વર્ષના સપ્ટેમ્બરમાં લાપત્તા થઇ ગઇ હતી અને ચાર મહીના પછી સીબીઆઈએ એની લાશ શોધી કાઢી હતી. સીબીઆઇએ કોર્ટમાં રજૂ કરેલા ચાર્જશીટમાં એવો આક્ષેપ કર્યો હતો કે ભંવરી દેવી રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રધાન મહીપાલ મદેર્ના અને ભૂતપૂર્વ વિધાનસભ્ય મલખન સિંહે ભંવરી દેવીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કારણ કે એ તેમને બ્લેકમેઇલ કરતી હતી.
બન્ને રાજકારણીઓએ હત્યાનું કામ બે વ્યક્તિઓને સોંપ્યુ હતું અને પછી ભંવરી દેવીના મૃતદેહનો નિકાલ કરવાનું કામ જાખડને સોંપ્યું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines