કોક અને પેપ્સીમાં આલ્કોહોલ હોય છેઃ સ્ટડીનું તારણ

લંડન – કોકા કોલા અને પેપ્સી, બંને પીણામાં નજીવી માત્રામાં આલ્કોહોલ હોવાનું એક અભ્યાસમાં માલૂમ પડ્યું છે.

પેરિસસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ઝમ્પ્શન દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી દરમિયાન આ અગ્રગણ્ય કોલા ડ્રિન્ક્સમાં આલ્કોહોલ હોવાનું માલૂમ પડ્યું છે.

ડેઈલી મેલ અખબારના અહેવાલ મુજબ, કોકા-કોલા અને પેપ્સી કોલા સહિત અગ્રગણ્ય એવા અડધા ભાગના કોલા પીણાઓ આલ્કોહોલના તત્વની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

પરીક્ષણો પરથી જાણવા મળ્યું કે પ્રત્યેક લીટર દીઠ પીણામાં ૧૦ એમજી આલ્કોહોલ હોય છે જે લગભગ ૦.૦૦૧ ટકા આલ્કોહોલ થાય છે.

આ આંકડા નિયમિત કોલા પીતા મુસ્લિમોને અપસેટ કરી શકે છે, કારણ કે એમનો ધર્મ આલ્કોહોલ પીવાની મનાઈ ફરમાવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines