કોન્ડોમનો વપરાશઃ દુનિયામાં ભારત ત્રીજા નંબરે

નવી દિલ્હી – એક નવા સર્વેક્ષણ મુજબ, સુરક્ષિત સેક્સ માણવાનું પસંદ કરતા લોકોના દેશોની યાદીમાં ભારતે ટોપ-3માં સ્થાન મેળવ્યું છે.

જનમતમાં, લગભગ ૭૧ ટકા ભારતીયોએ કહ્યું કે તેમણે છેલ્લે જ્યારે સેક્સ માણેલો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો.

કોન્ડોમ વાપરીને સેક્સ માણવાનું પસંદ કરતા સૌથી સમજદાર લોકો ચીનમાં (૭૭ ટકા) છે જ્યારે બીજા નંબર પર હોંગ કોંગ (૭૩ ટકા) છે. આમ, ભારતીયો આ બે દેશના લોકોથી કંઈ બહુ પાછળ નથી.

જો કે જાતિય સમાગમ વખતે ફોરપ્લેનો આનંદ માણવામાં ભારતના યુગલો થોડાક પાછળ, પાંચમા નંબર પર છે. તેઓ એમાં ૧૯.૩ મિનિટ જેટલો સમય લેતા હોય છે.

આ સર્વેક્ષણ માટે કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે ૩૭ દેશોમાં ૩૦,૦૦૦ જેટલી એડલ્ટ વ્યક્તિઓનો અભિપ્રાય પૂછ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines