ફેસબુક ફ્રેન્ડ્સને મફતમાં ફોન કરી શકાશે

લંડન- ફેસબુક ખુબ જ ટૂંક સમયમાં પોતાનાં યૂઝર્સને ફ્રી વોઈસ કોલની સુવિધા આપવાની તૈયારીમાં છે. આ માટે મેસેંજર એપમાં નવુ ફિચર જોડવામાં આવશે જેનાં દ્વારા તમે તમારા કોઈ પણ ફેસબુક મિત્ર સાથે વાત કરી શકશો અને તે પણ મફતમાં.

વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) ટેકનોલોજી દ્વારા ફ્રી ઈન્ટરનેટ કોલની આ સુવિધાની હાલમાં કેનેડામાં ટ્રાયલ ચાલી રહી છે. આ સુવિધાનો ફેસબુક તરફથી કોઈ જ ચાર્જ લેવામાં નહીં આવે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ડેટા પર અમુક ચાર્જ ચુકવવો પડશે.

કેટલાક સમય પહેલા ફેસબુક મેસેંજરે દુનિયાભરમાં વોઈસમેલની જેમ મેસેજિંગનું ફીચર લોન્ચ કર્યુ હતું જેના દ્વારા ફ્રેન્ડસને પોતાનાં અવાજમાં મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકાતો હતો. કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે ફેસબુક ખુબ જ ઝડપી આ પ્રકારનાં ફ્રી વિડિયો મેસેજિંગ સુવિધા આપવા પર કામ કરશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines