હેલ બેરીઃ સાડીમાં સજ્જ થયેલી!

ન્યૂ યોર્ક – હોલીવૂડ અભિનેત્રી હેલ બેરી તેની આગામી ફિલ્મ ‘ક્લાઉડ એટલાસ’ના એક સીનમાં લાલ રંગની સાડી પહેરેલી જોવા મળશે. તેનું કહેવું છે કે એને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ આકર્ષણ થયું છે અને તેના વિશે એ વધારે જાણકારી મેળવવા ઈચ્છે છે.

બેરીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત વિવિધતામાં એકતા ધરાવતો મજાનો દેશ છે. વિશ્વમાં સૌથી જૂની સંસ્કૃતિ ધરાવતા આ દેશ વિશે વધારે જાણકારી હાંસલ કરવા ઈચ્છું છું. મારાં ઘણાં મિત્રો ભારતીય છે અને પ્રાચીન ભારત વિશે તેમના મોઢે ઘણી રસપ્રદ વાતો જાણવા મળે છે.

‘ક્લાઉડ એટલાસ’ ફિલ્મના એક દ્રશ્યમાં હેલ બેરીએ ભારતીય પરંપરાગત સ્ટાઈલમાં સાડી પહેરી છે. એટલું જ નહીં, એણે બંગડી પણ પહેરી છે અને બંને હાથમાં મહેંદી પણ લગાવી છે. આમ, એનો લૂક સંપૂર્ણપણે ભારતીય નારીનો છે.

‘ક્લાઉડ એટલાસ’નું દિગ્દર્શન લાના વેચોસ્કી અને એન્ડી વેચોસ્કીએ કર્યું છે. ફિલ્મની પટકથા પણ આ બંનેએ જ લખી છે. માનવીઓ પોતપોતાના જીવનમાં જે કર્મ કરે છે તેનાં પરિણામો એકબીજા પર ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્ય કાળમાં કેવી રીતે પડે છે તે વિશેની આ ફિલ્મમાં વાર્તા છે.

ફિલ્મમાં અભિનેતા ટોમ હેન્ક્સ પણ છે.

ફિલ્મ આવતા ઓક્ટોબરમાં ભારત તથા અમેરિકામાં રિલીઝ થશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines