ફિટનેસ ફ્રીક જગન રેડ્ડી જેલમાં શાકભાજીના રસથી કામ ચલાવી રહ્યા છે

ચંચલગુડાની સેન્ટ્રલ જેલમાં સ્પેશ્યલ ક્લાસ કેદી તરીકે રહેતા વાય. એસ. જગનમોહન રેડ્ડી ફક્ત શાકભાજીના રસ પીને પોતાનું કામ ચલાવી રહ્યા છે. આ જેલમાં તેઓ ધારે તો નોનવેજ જમણ પણ મંગાવી શકે એમ છે.
જગન રેડ્ડી ફિટનેસ ફ્રીક છે અને પોતાના શરીરને ચુસ્ત રાખવાના આગ્રહી છે. જેલમાં જિમ નથી, પરંતુ જગન સતત સક્રીય રહે છે અને સખત પરીશ્રમવાળી કસરત કરતા રહે છે.
તેઓ દરરોજ કમ સે કમ દોઢ કલાક બાઇબલનું પઠન કરે છે.
તેમની સાથે જેલમાં 10 માણસો છે, પરંતુ જગન મોટે ભાગે એકલવાયા રહે છે. શટલ કલાસના કેદીઓની જેલમાં શટલ કોર્ટ પણ છે અને કેદીઓને રમવા માટે સત્તાવાળા તરફતી રેકેટ અને કોક પણ પૂરા પાડવામાં આવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines