લોસ એન્જેલિસ – પોપસિંગર લેડી ગાગાએ નવો વિવાદ સર્જ્યો છે. કેનેડાના વેનકુવરમાં શુક્રવારે એણે પોતાનાં એક શૉમાં બ્રા પહેરીને ડાન્સ કર્યો હતો. એ બ્રા પહેરીને ડાન્સ કરે એ નવું નથી, પણ આ વખતે તેની બ્રા સાથે પ્લાસ્ટિકની એસોલ્ટ રાઈફલો બેસાડવામાં આવી હતી.
અમેરિકામાં ગન વાયોલન્સ વકરી જવાથી સૌ પરેશાન છે અને સરકાર નવા કડક નિયમો લાવી રહી છે ત્યારે લેડી ગાગા આ રીતે ગન વાયોલન્સને ઉત્તેજન આપે છે એમ કહીને ઘણાએ તેની ટીકા કરી છે.
હજી તાજેતરમાં જ કનેક્ટિકટના ન્યૂટાઉનની એક પ્રાથમિક શાળામાં કરાયેલા ભયાનક ગોળીબારમાં ૨૦ બાળકો માર્યા ગયા હતા.
થેરાપિસ્ટ, હોલીવૂડ પબ્લિશિસ્ટ, મનોરંજન કટારલેખક સહિત અનેક જણે લેડી ગાગાનાં આ શૉની એમ કહીને ટીકા કરી છે કે તેણે અયોગ્ય, ઉધ્ધત અને અક્કલવિહોણું વર્તન કર્યું છે.



















