આપણો ધોની પણ છે ૨૮ લાખની સુપરબાઈકનો માલિક

ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બાઈક-પ્રેમ કોઈનાથી છાનો નથી. કહેવાય છે કે તેની પાસે ૧૬ બાઈક છે. હાલમાં જ તેણે નવી ખરીદેલી સુપરબાઈકની તસવીર રિલીઝ કરી છે. આ નવી બાઈક છે ‘Confederate X132 Hellcat’ જે તેણે રૂ. ૨૮ લાખ ચૂકવીને ખરીદી છે. આવી બાઈક દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ધોની સિવાય બીજા કોઈની પાસે નથી.

આ બાઈક અનોખી એ રીતે છે કે તેના માત્ર ૧૫૦ યુનિટ્સ જ બનાવવામાં આવશે અને તે બધા અત્યારથી જ વેચાઈ ચૂક્યા છે. કંપની દર અઠવાડિયે આવા માત્ર બે જ બાઈક બનાવે છે.

આ બાઈકને દ્વિતીય વિશ્વયુદ્ધના સમયના F6F Hellcat ફાઈટર વિમાનનું નામ આપવામાં આવ્યું છે. જો કે માત્ર નામ જ નહીં, બાઈકમાં વપરાયેલું મટિરીયલ પણ અભૂતપૂર્વ છે.

આવા સુપરબાઈકના માલિકોમાં અન્ય સુપરહિરોઝ છે – ડેવિડ બેકહેમ (ઈંગ્લેન્ડનો સોકરસ્ટાર), બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ (હોલીવૂડ એક્ટર).

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines