ઓમાનમાં જાદુટોણા કરતા ૨૪ ભારતીયોની ધરપકડ

દુબઈ – ઓમાનમાં જઈને ત્યાં જાદુટોણા કરી અંધશ્રદ્ધાનો પ્રસાર કરવા બદલ સ્થાનિક પોલીસે ૨૪ ભારતીયોની ધરપકડ કરીને તેમને સ્વદેશ મોકલી દેશે.

લોકોને ફસાવવાના આરોપસર ૧૩ સ્ત્રીઓ સહિત ૨૪ જણની ધરપકડ કરવામાં આવી છે.ઓમાન નજીકના મુત્તરાહ શહેરમાં આ આરોપી ભારતીયો તેમના ગ્રાહકોને જીવનમાં સમૃદ્ધિ અપાવવા તથા તમામ પ્રકારની મુસીબતોમાંથી છુટકારો અપાવવાનો દાવો કરી ફસાવતા હતા. પોલીસે છાપો મારીને આ તમામને ઝડપી લીધા હતા અને તેમના ઘરમાંથી માળા, હાડકા-ખોપરીઓ, જાતજાતના રંગવાળા પથ્થર અને સાંકળ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.

આ તમામ આરોપીઓ અલ્પ સમય માટે રહેવા દેવાના વિઝાનો ઉપયોગ કરીને ઓમાનમાં રહેતા હતા. એક વ્યક્તિએ પોતાને ફસાવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines