ચીનમાં રોબોટ ચલાવે છે રેસ્ટોરન્ટ

બીજિંગ- ચીનના હીલોંગજીયોંગ પ્રાંતમાં આવેલા હારબીનમાં દુનિયાની અજીબો ગરીબ રેસ્ટોરન્ટ આવેલી છે. આ પહેલી એવી રેસ્ટોરન્ટ છે જ્યાં વેઇટર તરીકે માત્ર રોબોટ કામ કરતા હોય.

આ રેસ્ટોરંટમાં કુલ ૨0 રોબોટ છે. બે કલાક ચાર્જિંગ બાદ રોબોટ સતત ૨૫ કલાક સુધી કામ કરે છે. અહીંના રોબોટ સફાઇ કરવી, જમવાનુ બનાવવું, ગ્રાહકોને પિરસવું વગેરે કામ કરતા જોવા મળે છે.

જ્યારે જમવાનું આવે છે ત્યારે રોબોટ કહે છે “પૃથ્વી નિવાસીઓ હેલ્લો., રોબોટ રેસ્ટોરન્ટમાં તમારૂં સ્વાગત છે.” જ્યારે ડિનરનો ઓર્ડર આપી દેવાય છે ત્યારે રોબોટ રસોડામાં જાય છે અને જમવાનું પ્લેટ પર મુકી ઓર્ડર આપેલા ટેબલ પર આવે છે.

અહિંયા મનોરંજન માટે પણ એક રોબોટ મુકવામાં આવ્યો છે જે ગીત ગાઈને ગ્રાહકોને મનોરંજન પુરૂ પાડે છે.

 

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Sub Headlines