મુંબઈ – કવિ, સાહિત્યકાર ડો. સુરેશ દલાલની પ્રાર્થના સભાનું આયોજન મંગળવાર, ૧૪ ઓગસ્ટે મુંબઈમાં ચર્ચગેટસ્થિત કે.સી. કોલેજ હોલમાં કરવામાં આવ્યું છે. સમય છે સાંજે ૫ થી ૭.
પ્રાર્થના સભામાં પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, હેમા દેસાઈ, સોલી કાપડિયા તથા પાર્થિવ ગોહિલ પ્રાર્થનાઓ અને ભજનો રજૂ કરશે, એમ સુરેશ દલાલના પરિવાર તથા ઈમેજ પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે.



















