Tag Archives: sri lanka

Sri Lanka

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતનો સેમી ફાઈનલ હરીફ નક્કી થયો, શ્રીલંકા

લંડન – શ્રીલંકાએ તેના એ-ગ્રુપની અંતિમ લીગ મેચમાં ગઈ કાલે ઓસ્ટ્રેલિયાને ૨૦-રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ત્યાં ગુરુવારે કાર્ડિફમાં તેનો મુકાબલો ભારત સાથે થશે. બીજી સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બુધવારે...
Indian team for WI tri-series

વેસ્ટ ઈન્ડિઝમાં ટ્રાઈ-સિરીઝ માટેની ટીમ; વિજયે સ્થાન જાળવી રાખ્યું

મુંબઈ – વેસ્ટ ઈન્ડિઝમાં ટ્રાયેન્ગ્યુલર સિરીઝ રમવા જનારી ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. ૧૫-સભ્યોની ટીમમાં શિખર ધવન અને દિનેશ કાર્તિકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એવું જ ભાગ્ય મુરલી વિજયને પ્રાપ્ત થયું છે. વિરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહ ટીમમાં...
Brendon McCullum

શ્રીલંકા સામે રન-ચેઝ વખતે અમે ગભરાઈ ગયા હતાઃ મેકુલમ

કાર્ડિફ – ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન બ્રેન્ડન મેકુલમે કબૂલ કર્યું છે કે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ગ્રુપ-એમાં શ્રીલંકા સામેની મેચમાં તંગદિલીભર્યા ચેઝ દરમિયાન તેની ટીમ ટેન્શનમાં આવી ગઈ હતી, પરંતુ આત્મવિશ્વાસને કારણે મેચ રોમાંચક ક્ષણો બાદ એક-વિકેટથી જીતી લીધી. સોફિયા...
Jayalalithaa

કેન્દ્ર સરકાર શ્રીલંકાને મિત્ર દેશ કહેવાનું બંધ કરે: જયલલિતા

ચેન્નઈ – તામિલ નાડુ વિધાનસભાએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે શ્રીલંકામાં સ્વતંત્ર તામિલ ઈલમ રાજ્ય બનાવવા માટે તે દેશમાં જનમત કરાવવા માટે એ યુનાઈટેડ નેશન્સની સિક્યૂરિટી કાઉન્સિલમાં ઠરાવ રજૂ કરે. કેન્દ્રને અનુરોધ કરતો ઠરાવ બુધવારે તામિલ નાડુમાં અન્નાદ્રમુકની...
Muttiah Muralitharan

આઈપીએલના નિર્ણયથી મુરલીધરન નારાજ

નવી દિલ્હી – શ્રીલંકાના ખેલાડીઓને ચેન્નઈમાં આઈપીએલની મેચોમાં રમવા ન દેવાના આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે લીધેલા નિર્ણયથી શ્રીલંકાનો મહાન ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરન નારાજ થયો છે. તામિલ નાડુમાં શ્રીલંકા-વિરોધી લાગણી તીવ્ર બની હોવાથી રાજ્યના રાજકીય પક્ષોના દબાણને...
Sri Lanka

યુએનમાં ભારતે શ્રીલંકા વિરુદ્ધ વોટ આપ્યો, ઠરાવ પાસ થયો

જિનેવા – યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ સત્રમાં ભારતે શ્રીલંકા વિરુદ્ધ અમેરિકાએ રજૂ કરેલા ઠરાવની તરફેણમાં મત આપ્યો છે. શ્રીલંકામાં તામિલ ટાઈગર્સ સાથેના આંતરવિગ્રહ દરમિયાન શ્રીલંકાના લશ્કરી દળો દ્વારા કથિત વોર ક્રાઈમ્સને વખોડી કાઢતા અમેરિકન ઠરાવની તરફેણમાં ભારત...
Sri Lanka

એરપોર્ટની બાજુમાં જ નિહાળો વાઈલ્ડલાઈફની દુનિયા

શ્રીલંકાએ હેમ્બેનટોટા જિલ્લામાં ચીની નિષ્ણાતોની મદદથી એવું નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લું મૂક્યું છે જેની આસપાસમાં જ વન્યજીવન અભ્યારણ્યો છે. આ વિસ્તારમાં એરપોર્ટ બાંધવા પાછળનો સત્તાવાળાઓનો ઉદ્દેશ્ય ટૂરિઝમને ઉત્તેજન આપવાનો છે. સત્તાવાળાઓ ઈચ્છે છે કે દેશી-વિદેશી...
West Indies team

વેસ્ટ ઈન્ડિઝ નવું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન

કોલંબો – યજમાન અને ટ્રોફી માટે ફેવરિટ શ્રીલંકાને આંચકો આપીને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં નવી વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. આજે અહીં પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચ કેરેબિયન ટીમે ૩૬ રનથી જીતી લીધી છે. ડેરેન સામીએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા...
Sri Lanka  Pakistan

પાકિસ્તાનને હરાવી શ્રીલંકા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

કોલંબો – શ્રીલંકાના બોલરોની શિસ્તબદ્ધ બોલિંગને લીધે પાકિસ્તાનનો ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પરાજય થયો છે. શ્રીલંકાએ અહીં ગુરુવારે રમાયેલી પહેલી સેમી ફાઈનલ મેચ ૧૬ રનથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બીજી સેમી ફાઈનલ શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ...
Sri Lanka

શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને ૯-વિકેટથી કચડી નાખ્યું

કેન્ડી – અહીંના પાલ્લીકેલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાજર રહેલા ૩૫,૦૦૦ દર્શકોને શ્રીલંકાની ટીમે નિરાશ કર્યા નહોતા અને શનિવારે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં ગ્રુપ-1ની મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ ૯-વિકેટથી આસાનીથી જીતી બતાવી. વેસ્ટ ઈન્ડિઝે ૨૦ ઓવરમાં માર્લોન...