બ્રિટનમાં બાળકોને મજા કરાવશે એન્ગ્રી બર્ડ્સ થીમ પાર્ક

બ્રિટનનો સૌપ્રથમ એન્ગ્રી બર્ડ થીમ પાર્ક દુનિયાભરમાં લોકપ્રિય થયેલા સ્માર્ટફોન એપ્લીકેશન એન્ગ્રી બર્ડ્સ પર આધારિત છે.

નોટિંગહામશાયરમાં આવેલા સનડાઉન એડવેન્ચરલેન્ડમાં આ નવું આકર્ષણ અપનાવવાનો નિર્ણય ખાસ પર્યટકોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

એન્ગ્રી બર્ડ્સ એક્શન પાર્કની બ્રિટીશ આવૃત્તિમાં ૧૦ વર્ષની નીચેની વયના બાળકોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ પાર્કમાં એવા બાળકો માટે થીમ સ્વિંગ્સ અને રાઉન્ડઅબાઉટ્સ, અનેક વિશાળ કદના પ્લે યુનિટ્સ તેમજ જાયન્ટ ડમી કેટાપુલ્ટનો સમાવેશ કરાયો છે. ટૂંકમાં પાર્ક એન્ગ્રી બર્ડ્સ વર્લ્ડ જ જોઈ લો.

ફિનલેન્ડના ટેમ્પીઅરમાં આવો જ એન્ગ્રી બર્ડ્સ થીમ પાર્ક છે તો ચીનના ચાંગ્શામાં તૈયાર થઈ રહ્યો છે.

ફિનલેન્ડની કમ્પ્યુટર ગેમ ડેવેલપર કંપની રોવીઓએ ૨૦૦૯માં પહેલી જ વાર એન્ગ્રી બર્ડ્સ નામક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું. તે પ્રારંભથી જ લોકપ્રિય થઈ ગયું હતું. ગયા વર્ષે આ એપ્લિકેશનને દોઢ અબજ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ વર્ષના આરંભમાં એપલે જણાવ્યું કે આ એપ્લિકેશન અત્યાર સુધીનું સૌથી પોપ્યૂલર પેઈડ એપ બન્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel