તિબેટ જતા ટ્રેન મુસાફરો માટે ઓળખવિધિ ફરજિયાત

હવેથી બીજિંગ, શિનજિયાંગ યુગુર તથા તિબેટ સ્વાયત્ત પ્રદેશો તરફ જતી ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ ઓળખવિધિ માટે હાજર થવું પડશે.

૨૩ ઓક્ટોબરથી અમલમાં આવેલા કાયદા અનુસાર આ વિસ્તારો તરફના ટ્રેનપ્રવાસીઓએ ટ્રેનમાં બેસતા પહેલા તેમની ઓળખ માટેની વિધિમાંથી પસાર થવું ફરજિયાત બન્યું છે. જે લોકો તેમની ઓળખ સાબિત કરતા કાયદેસર પુરાવા રજૂ કરી નહીં શકે એમને પાછા મોકલી દેવામાં આવશે.

સત્તાવાળાઓએ સુરક્ષાને લગતા કાયદાને વધારે મજબૂત કરવા માટે આ પગલું લીધું છે.

ચીનના રેલવે સત્તાધિશોએ આ પહેલાં રીયલ-નેમ ટિકિટ પરચેઝિંગ સિસ્ટમ શરૂ કરી હતી જે અંતર્ગત તમામ મુસાફરોએ ટિકિટ ખરીદતી વખતે તેમના ઓળખપત્રો રજૂ કરવા પડતા હતા, પરંતુ એમાં ટિકિટો સાથે મોટા પાયે ચેડાં થતા હોવાનું સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યા બાદ તેમણે ઓળખવિધિની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે.

નકલી ટિકિટો કે ટિકિટો સાથે ચેડાંની ગેરપ્રવૃત્તિઓ રજાની મોસમ દરમિયાન વધી જતી હોય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel