બ્રાઝિલમાં નવા ૮૦૦ એરપોર્ટ બંધાશે

બ્રાઝિલનાં પ્રમુખ ડિલ્મા રુઝેફે જાહેરાત કરી છે કે તેમના દેશમાં નવા ઓછામાં ઓછા ૮૦૦ પ્રાદેશિક એરપોર્ટ બાંધવામાં આવનાર છે.

જે શહેરમાં એક લાખ કે તેથી વધારે લોકોની વસ્તી હશે ત્યાં એરપોર્ટ બાંધવામાં આવશે.

કદમાં બ્રાઝિલ કોઈ ખંડ જેવડો મોટો દેશ છે. ત્યાં રેલવે કરતાં વિમાન સેવા વધારવાની જરૂર છે. તેથી સરકારે એક લાખની વસ્તી ધરાવતા શહેરોમાં એરપોર્ટ બાંધવાનું નક્કી કર્યું છે. આમ, દરેક ૬૦ કિ.મી. વિસ્તારમાં એક એરપોર્ટ હશે.

સરકારના આ નિર્ણયથી બ્રાઝિલના અર્થતંત્રને ઘણું બળ પ્રાપ્ત થશે.

બ્રાઝિલમાં અંદાજે ૧૯ કરોડ ૪૦ લાખ લોકોની વસ્તી છે. ત્યાંનો પ્રત્યેક પ્રદેશ કદમાં સ્પેન રાષ્ટ્ર કરતાં ૧૭ ગણો વિશાળ છે.

બ્રાઝિલની સરકારે સાઓ પાઉલો શહેરના એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટનું ખાનગીકરણ કરી નાખ્યું છે.

૨૦૧૪ની સોકર વર્લ્ડ કપ બ્રાઝિલમાં રમાવાની છે.

બ્રાઝિલ ખાંડ તથા કાચા લોખંડના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે. તેથી એને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ માટે નવા તેમજ આધુનિક એરપોર્ટ્સની તાતી જરૂર છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel