કમ્બોડિયાનો સમુદ્રકાંઠો બનશે મરીન પ્રોટેક્ટેડ એરિયા

કમ્બોડિયાનો સમુદ્રકાંઠો વિયેટનામ અને થાઈલેન્ડ વચ્ચે આવેલો છે. એને ટૂંક સમયમાં જ દરિયાઈ જીવો માટે રક્ષિત વિસ્તાર ઘોષિત કરાવાનો છે.

આ માટે બ્રિટનની બિન-સરકારી સંસ્થા કોરલ કૅ કમ્બોડિયા સરકારને સમજાવવામાં અંતે સફળ થઈ છે.

કમ્બોડિયાના સમુદ્રકાંઠાના આ ભાગમાં નાના-મોટા ૬૯ ટાપુઓ આવેલા છે. તેમની આસપાસ કોરલ રીફ્સ અને ખાડી પાસેના ઝાડી-ઝાંખરા છવાયેલા છે. આ વિસ્તાર કાચબા અને સીહોર્સ તરીકે ઓળખાતી વિરાટ કદની માછલીઓ સહિતના દરિયાઈ જીવો માટેનું આવાસ છે.

સમુદ્રકાંઠાના ૩૦૦ સ્ક્વેર કિ.મી.ના વિસ્તારને મરીન પ્રોટેક્ટેડ એરિયા ઘોષિત કરવાના પ્રોજેક્ટમાં જાળવણી, રીક્રીએશન તથા મર્યાદિત પ્રમાણમાં મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે જો આ પ્રોજેક્ટનું બરાબર સંચાલન કરવામાં આવશે તો ૧૨ લાખ ડોલરના ટર્નઓવર હાંસલ કરી શકાશે.

૨૦૧૧માં કમ્બોડિયામાં ૨૮ લાખ જેટલા ટૂરિસ્ટો આવ્યા હતા જેમાં મોટા ભાગના વિયેટનામ, કોરિયા, ચીન અને અમેરિકામાંથી આવ્યા હતા.

કમ્બોડિયામાં આંકોર આર્કિયોલોજિકલ પાર્ક, આંકોર મંદિર અને બૅયોન મંદિર જેવા જોવાલાયક સ્થળો છે.

પડોશના થાઈલેન્ડથી વિપરીત, કમ્બોડિયામાં ટૂરિસ્ટો માટે દરિયાકિનારાઓનું આકર્ષણ માંડ ૧૦ ટકા રહ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel