વાઈ-ફાઈની ક્રાંતિમાં કેથે પેસિફિક પણ જોડાશે

હોંગ કોંગ – મોંઘવારી વધી ગઈ હોવાથીવિશ્વભરની એરલાઈન્સ ખર્ચા ઓછા કરવા અને બચત કરવાના પગલાં લેવા માંડી છે. આની તાત્કાલિક અસર ઈન-ફ્લાઈટ મનોરંજન પર થઈ હોય તેવું લાગે છે.

કેથે પેસિફિકે જાહેરાત કરી છે કે તે એની ઈન-ફ્લાઈટ સેવાઓમાં ફેરફાર કરવાની છે. તે ઘણા વખતથી ચાલી આવતી ચેર-ઉપર મૂકેલા સ્ક્રીન્સ કાઢી નાખવાની છે કારણ કે તેને લીધે દરેક વિમાનમાં ઢગલાબંધ કનેક્ટિંગ વાયરોની જરૂર પડે છે. તેને બદલે બીજી અનેક એરલાઈન્સની માફક કેથે પણ ઈન-ફ્લાઈટ વાઈ-ફાઈ સુવિધા બેસાડવા ધારે છે જેથી મુસાફરોને ફિલ્મો અને સંગીતનો આનંદ આપી શકાય.

કેથેના ચીફ એક્ઝિક્યૂટિવ જોન સ્લોસારનું કહેવું છે કે વાઈ-ફાઈ સુવિધા ઈન-ફ્લાઈટ મનોરંજનની નવી પેઢી ગણાય છે. વધુ ને વધુ મુસાફરો ફ્લાઈટ પર તેમની સાથે ટેબ્લેટ કમ્પ્યુટર્સ લાવતા હોય છે. એવા કમ્પ્યુટર યુઝર્સ માટે વાઈ-ફાઈ સુવિધા જરૂરી છે.

કોન્ટાઝ એરલાઈન્સે હાલ તેના વિમાનોમાં વાઈ-ફાઈ સિસ્ટમ પ્રયોગાત્મક ધોરણે ચાલુ કરી છે.

અમેરિકન એરલાઈન્સ તેના મુસાફરોને ‘પે-ફોર-પ્લે’ સુવિધા ઓફર કરે છે. એ માટે તેણે કિંમત આ રીતે રાખી છેઃ ફિલ્મ દીઠ ૫-૭ ડોલર અને ટીવી શો દીઠ બે ડોલર. ધારો કે મુસાફરી પૂરી થયા બાદ પણ ફિલ્મ પૂરી થઈ ન હોય તો એ તમે ઘેર જઈને પણ પૂરી જોઈ શકો.
કોન્ટાઝ ગ્રુપની સસ્તા ભાડાવાળી એરલાઈન જેટસ્ટાર તો ૩૦૦૦ આઈપેડ ખરીદવાની છે અને ઓસ્ટ્રેલિયાના રૂટ પર વિમાન પ્રવાસ દરમિયાન જેમને જરૂર હોય તે એનો ઉપયોગ કરી શકે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Travel